માથ્થી 3

3
જળદીક્ષા કરનાર યોહાનનો પરચાર
(માર્ક 1:1-8; લૂક 3:1-18; યોહ. 1:9-28)
1ઈ દિવસોમાં જળદીક્ષા દેનાર યોહાન આવીને યહુદીયા જિલ્લાના વગડામાં પરચાર કરતો એમ કેવા લાગો કે, 2“પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.” 3યશાયા આગમભાખીયાએ જેના વિષે વાત કરી છે, ઈ આ યોહાન જળદીક્ષા કરનાર છે. યશાયા આગમભાખીયાએ કીધુ છે કે,
“વગડામાં એક માણસ પોકારે છે, પરભુનો મારગ તૈયાર કરો અને
એનો મારગ પાધરો કરો.”
4યોહાનના લુગડા ઉટના રુવાડાના હતાં, એની કડે ઈ ચામડાનો પટો બાંધતો, ટીડડા અને રાની મધ ખાતો હતો. 5પછી યહુદીયા જિલ્લાના અને યરુશાલેમ શહેરના લોકો યર્દન નદીની આજુ-બાજુના બધાય લોકો એની પાહે ગયા. 6જઈ લોકોએ માની લીધું કે, તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી. 7જઈ તેઓએ બોવ જાજા ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકો જળદીક્ષા પામવા હાટુ પાહે આવતાં જોયા, તો તેઓએ કીધુ કે, “ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ?” 8તો હાસો પસ્તાવો કરયો હોય ઈ રીતે રયો, અને પોતપોતાના મનમાં એવું નો વિસારો કે, 9“ઈબ્રાહિમ આપડો વડવો છે,” કેમ કે, હું તમને કવ છું કે, આ પાણામાંથી પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ બાળકો પેદા કરી હકે છે. 10જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપીને આગમાં નાખવા હાટુ તૈયાર છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા.
11“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે. 12એનું હુંપડું એના હાથમાં છે, અને ઈ પોતાની ખળીને હારી રીતે સાફ કરી નાખશે, અને ઘઉંને ભેગા કરીને પોતાના ભંડારમાં ભરશે, પણ ભૂસાને હળગતી આગમાં બાળી નાખવામાં આયશે જે ઠરશે નય.”
યોહાન દ્વારા ઈસુની જળદીક્ષા
(માર્ક 1:9-11; લૂક 3:21-22)
13તઈ ઈ વખતે ઈસુ ગાલીલ જિલ્લાના યર્દન નદીના કાઠા ઉપર યોહાનની પાહેથી જળદીક્ષા પામવા હાટુ આવ્યો. 14પણ યોહાને એને રોકવા હાટુ આ કીધુ કે, “મારે તો તમારી પાહેથી જળદીક્ષા લેવી જોયી, તું શું મારી પાહે આવો છો?” 15પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ. 16અને ઈસુ જળદીક્ષા લયને પાણીમાંથી ઉપર આવો અને આભ ખુલેલુ અને પરમેશ્વરનો આત્મા કબુતરની પેઠે પોતાની ઉપર ઉતરતો એણે જોયો. 17અને સ્વર્ગમાંથી એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, જેનાથી હું બોવ રાજી છું.”

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요