તેડુંનમૂનો

તેડું

DAY 2 OF 3

પણ કેમ હું?

“શરીરના” જુદાં-જુદાં અવયવો હોય છે – આપણને એકબીજાની જરૂર પડે છે – જેથી આપણે મજબૂત અને સ્વસ્થ રહી શકીએ.

ખ્રિસ્તનું શરીર; એટલે કે મંડળી તો વિવિધ પ્રકારના એવા લોકોની બનેલી છે જેમને વિવિધ પ્રકારના કૃપાદાનો આપવામાં આવ્યા છે, તે બધા “મંડળીને” ટકાવી રાખવા માટે જરૂરી છે.

આપણે એકબીજાને સહયોગ અને સલામતી આપવાની જ છે.

મંડળીનો કોઈપણ ભાગ તેની જાતે કામ ન કરી શકે. તમને તમારું કાર્ય ગમે એટલું બિનમહત્વનું લાગે પરંતુ એ તો શત્રુનું જૂઠાણું છે, કેમ કે દરેક ભાગ મહત્વનો છે.

તમે મહત્વના છો!

અંગૂઠા કે આંગળીઓ કે હાથ વગરના શરીરની કલ્પના કરી જુઓ.

તેનાથી ખરાબ તો, એવા શરીરની કલ્પના કરો કે જેમાં ફક્ત કાન જ હોય...હવે એ બિહામણું લાગે બરાબર ને!

કદાચ તમે એમ કહો કે, “પણ શરીર દાંત કે કેટલીક આંગળીઓ વગર કામ તો કરી જ શકે ને.”

પણ તમે મને કહો કે, આખા શરીર વગર આંગળીઓ કે દાંત શું કરશે?

તમે શરીરના કોઈપણ અંગને એમ ન કહી શકો કે, “તું મૂલ્યવાન નથી, તેથી અમારે તારી જરૂર નથી.” કેમ કે સત્ય એ છે કે આપણે જે ભાગોને “ઓછું મહત્વ” આપીએ છીએ તેને ઈશ્વર વધારે મહત્વના ગણે છે. તેમને વધારે માન મળે છે કેમ કે તેઓ મોટી નમ્રતા સાથે કામ કરે છે.

આપણને આખું શરીર તેની સંપૂર્ણતામાં કામ કરે એવી જરૂર છે.

મહત્વની વાત તો એ છે કે મંડળીના બધા લોકો સાથે મળીને એક જ હેતુ માટે કામ કરે છે – એ તો ખ્રિસ્તના પ્રેમની સુવાર્તાનો પ્રસાર છે. આપણે હંમેશા એકસરખી રીતે સુસજ્જ હોતા નથી, પરંતુ આપણે બધા એકસરખી રીતે તેડાને સમર્પિત છીએ, અને આપણાથી શક્ય એટલી શ્રેષ્ઠ રીતે ઈશ્વરે આપેલા કૃપાદાનો અને તાલંતોનો ઉપયોગ કરીને મદદરૂપ થઈએ છીએ.

દરેક ભાગને સંપૂર્ણ રીતે રચવામાં આવ્યો છે, અને દરેક ભાગ મહત્વનો છે.

તમે મહત્વના છો.

આપણે ઘણા અવયવો સાથેનું એક શરીર છીએ, પણ એક જ હેતુ છે – એટલે કે ઈશ્વરના રાજ્યને લાવવાનો હેતુ!

આવો, પ્રભુ ઈસુ, આવો!

શાસ્ત્ર

About this Plan

તેડું

તેડું તો બાઈબલ વાંચનની એક એવી યોજના છે જેની શરૂઆત શૂન્યથી થાય. આ 3 દિવસની યોજના ઓનલાઈન અને ઓફલાઈન રીતે લોકોને ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવા માટે ઈશ્વરના તેડા પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના છે; જે ખ્રિસ્તના શરીરમાંના દરેક વ્યક્તિઓની મહત્વતાને સમજીને બીજા લોકોની સેવા કરવા માટે આપણા તાલંતો તથા કૃપાદાનોનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવાની યોજના છે.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે Zero નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.zerocon.in/