ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતનમૂનો

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 30 OF 40

સાજાપણું અમુકવાર એક પળમાં થઇ જાય છે જયારે અમુકવાર તે ધીમી અવસ્થાએ થોડા મહિનાઓ કે વર્ષો પછી પણ થાય છે. જે ઈશ્વર સાજાપણું આપે છે તે સર્વશક્તિમાન ઈશ્વર છે જે શું કરવું, તે કામ કયારે કરવું અને તેના વિષે શું ઉપાય કરવો તે સઘળું જાણે છે. આપણી રીતે અને આપણા સમયે આપણા સાજાપણાને પ્રાપ્ત કરવા માટે આપણે તેમના હાથને વાળી શકતા નથી, તોપણ આપણા ચમત્કાર માટે ઘણી ઝંખના રાખીને આપણે તેમની રાહ જોઈ શકીએ છીએ. અપેક્ષા સઘળું બદલી કાઢે છે કારણ કે આપણા જીવનોમાં ધરતી પર ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે કંઈપણ કરવા માટે ઈશ્વરને આપવામાં આવતું તે આમંત્રણ છે. ઇસુ આ માણસને માત્ર એક પળમાં સાજો કરી શક્યા હોત પરંતુ તેમણે બે પગલાંની પ્રક્રિયાની પસંદગી કરી. તેમણે આ માણસને તેના પોતાના સાજાપણા માટે તેને કશું દેખાય છે કે નહિ તે પૂછીને તેને સામેલ કર્યો. હવે પુનઃ સ્થાપિત કરવામાં આવેલ તેની ઝાંખી દ્રષ્ટિ માટે આ માણસ ઈમાનદાર હતો અને તેથી તેની દ્રષ્ટિને સંપૂર્ણપણે પુનઃ સ્થાપિત કરીને ઈસુએ જે કામ શરૂ કર્યું હતું તે પૂર્ણ કર્યું કે જેથી તે “સઘળું સ્પષ્ટતાથી” જોઈ શકે. આપણા પોતાના ચમત્કારમાં સામેલ થવું એ કેટલી મોટી કૃપાદ્રષ્ટિ છે ! જગતના સર્જક અને તેને ચલાવનારની સાથે આ ધરતી પર તેમના રાજયને આવતું જોવા માટે સહભાગી થવું એ કેવું અજાયબ છે ! આપણે તેને હલકામાં લઇ શકતા નથી.

પોતાને પૂછવાનાં સવાલો:
તમારા ચમત્કારમાં ઈશ્વર તમને કઈ રીતે સામેલ કર્યા છે ?
અધૂરાંથી વિપરીત એક સંપૂર્ણ પુનઃ રચના તમને ક્યાં જરૂરી છે ?

શાસ્ત્ર

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે વી આર ઝિઓનનો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.instagram.com/wearezion.in/