ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતનમૂનો

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 3 OF 40

નૂહ એક એવો પુરુષ હતો જે આદત મુજબ ઈશ્વર સાથેની સંગતિમાં ચાલતો હતો (AMP આવૃત્તિ). જયારે દુષ્ટતા પ્રસરી રહી હતી અને દુરાચાર પકડ જમાવી ચૂક્યો હતો એવા જમાનામાં (આપણી માફક જ) તે ન્યાયી અને નિર્દોષ હતો. અસંખ્ય મનુષ્યોમાંથી ઈશ્વરે તેની પસંદગી કરીને અલગ કર્યો, બચાવ્યો અને વિનાશકારી જળપ્રલય બાદ પૃથ્વીને ફરીથી ભરપૂર કરવા માટે તેની પસંદગી કરી. આ કોઈ સામાન્ય તેડું નહોતું - તે સ્પષ્ટતાથી વિચિત્ર દેખાતું હતું. જેઓની પાસે ઈશ્વર અંગેના વિચારો જ નહોતા એવા લોકોની સંપૂર્ણરીતેનજરોની સામે શહેરની મધ્યમાં એક વિશાળ વહાણને બાંધવા અંગેની કલ્પના કરો. તેની આસપાસનાં લોકો વડે તેની મજાક અને મશ્કરી કરવામાં આવતી હતી તોપણ તેની સાથે જે ઈશ્વરે વાતચીત કરી હતી તેમની સાથે તે વફાદાર રહ્યો. તેને આપવામાં આવેલ દરેક સૂચનનું પાલન તેણે કર્યું અને તેને લીધે તેની પત્નીની સાથે તેના બાળકોનાં પરિવારો તેમ જ દરેક સજીવની બબ્બે જોડીઓ બચી ગઈ. કેવી અદ્ભૂત યાત્રા ! એક પુરુષ અને તેના પરિવારને આપવામાં આવેલ કેવું નીડર કામ ! તેમ છતાં તેઓએ તે કામ પૂર્ણ કર્યું અને તેના બદલામાં ઈશ્વરે વાયદો આપ્યો કે તે ફરી કદીયે પૃથ્વીને જળપ્રલય વડે નાશ કરશે નહિ. નૂહની માફક આપણ દરેકને પણ આ પૃથ્વી પર કોઈ એક ચોક્કસ હેતુ માટે ઈશ્વરે આપણું સર્જન કરીને તેડયા છે. તેનો આધાર આપણે તેમના કાર્યનાં દાયરામાં આવીએ છીએ કે નહિ તેના પર છે કે જેથી આપણે તેમના તેડાનો અવાજ સાંભળી શકીએ અને જેમ નૂહે કર્યું તેમ તેની સંપૂર્ણ આધીનતામાં રહીને તેને પ્રત્યુતર આપી શકીએ.

પોતાને પૂછવાનાં સવાલો:
આજકાલ ઈશ્વરે તમારી સાથે શું વાત કરી છે ?
તેમના સૂચનને શું તમે આધીન રહ્યા છો ?
ઈશ્વર સાથેની આદત મુજબની સંગતીમાં ચાલવા શું તમે એક સભાન પસંદગી કરશો ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે વી આર ઝિઓનનો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.instagram.com/wearezion.in/