ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતનમૂનો

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 20 OF 40

યાઈર સભાસ્થાનનો એક અધિકારી હતો પરંતુ તેની સૌથી મહત્વની ઓળખ તેનો અતૂલ્ય વિશ્વાસ હતો.તેની દીકરીના મરણ પછી તે ઈસુની પાસે આવ્યો હતો અને તેમને તેણી પર તેમના હાથ મૂકવાની વિનંતી કરી કે જેથી તે જીવિત થાય. શું તે બાબત અસાધારણ નથી ? મરેલાંમાંથી તેના બાળકને જીવિત કરવા માટેની માંગણી કરવાનો અર્થ એવો થાય છે કે તે ઈસુની સાક્ષીમાં એટલો ભરોસો કરતો હતો અને તેથી જ તે તેની પ્રતિષ્ઠાને દાવ પર લગાડવા તૈયાર થયો હતો. મને પૂરી ખાતરી છે કે આવું મોટું કામ કરવાની તેમને વિનંતી કરવામાં આવી છે તે જોઇને આનંદનાં અતિરેકમાં ઇસુ તેની સાથે ગયા હશે. તેના ઘરમાં પ્રવેશ કરતી વખતે ઇસુ રડનારાઓને અને લોકોના ટોળાને રૂબરૂ જણાવીને બહાર કાઢી મૂકે છે કારણ કે, “છોકરી મરી ગઈ નથી પરંતુ તેણી ઊંઘે છે.” ત્યાં તો મનુષ્યદેહમાં ઉપસ્થિત ઈશ્વર પોતે હતા. મૃત લાગતી પરિસ્થિતિમાં માત્ર ઈશ્વર જ જીવનને જોઈ શકે છે.

જો તમારું જીવન અથવા સ્થિતિ અથવા સંબંધ મરણનાં આરે પહોંચી ગયા છે તો કદાચ આ જ સાચો સમય છે કેજયારે તમે તેમાં જીવન આપનારને બોલાવો કે જેથી આ પ્રકારની નિરાશાજનક અને મૃત અવસ્થામાં તે તાજગી અને જીવનશક્તિનો સંચાર કરી શકે.

પોતાને પૂછવાનાં સવાલો:
મારા જીવનના કયા ક્ષેત્રો આજે વિશેષ કરીને નિર્જીવ લાગે છે ?
તે સ્થાને ઇરાદાપૂર્વક શું હું ખ્રિસ્તને આમંત્રણ આપી શકું છું ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે વી આર ઝિઓનનો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.instagram.com/wearezion.in/