ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતનમૂનો

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 13 OF 40

યૂના આપણા જેવો એક માણસ હતો. તેણે ઈશ્વરનું વચન સાંભળ્યું અને વિરુધ્ધ દિશામાં તે નાસી છૂટયો. તેનું કામ બહુ દૂરનું લાગતું હતું અને તેણે ધારણા કરી કે તે ઈશ્વરથી દૂર નાસી જઈ શકે છે. કેવી રમુજી વાત ! દાઉદ ગીતશાસ્ત્ર ૧૩૯ માં ૭ થી ૧૨ મી કલમોમાં લખે છે કે આપણે ઈશ્વરની હાજરીમાંથી કઈ રીતે નાસી જઈ શકીએ. ઈશ્વરની શક્તિ અને સામર્થ્ય વડે યૂનાને કોઈક રીતે ફરીથી તેના માર્ગમાં લઇ જવામાં આવે છે અને છેવટે તે નિનવેહનાં તારણને જુએ છે. તોપણ એક દુષ્ટ પ્રજા પ્રત્યે ઈશ્વરની કૃપા અને દયા જે રીતે દર્શાવવામાં આવી તે વિષે નિરંકુશપણે અને ક્રોધમાં બોલીને તેનાં પ્રત્યે જે મોટી કૃપા દર્શાવવા આવી તેના મુખ્ય ઉદ્દેશ્યને તે ચૂકી જાય છે.

કેટલીવાર આપણે બીજાઓ પ્રત્યે જોઇને ઈશ્વરના સ્થાન પર રહીને આપણે તેઓની વિરુધ્ધમાં બોલ્યા છે. આપણે ધારણા કરતા હતા કે તેઓના પાપ ઘણા મોટા છે, તેઓનું જીવન ઘણું દુષ્ટ છે અથવા તેઓની પસંદગીઓ એવી ખોટી છે કે ઈશ્વર હસ્તક્ષેપ કરીને સ્થિતિઓને બદલી શકશે નહિ. આપણા અસંખ્ય પાપો અને ઉલ્લંઘનોની ક્ષમા આપીને ઈશ્વર આપણા પ્રત્યે કેવા કૃપાળુ રહ્યા હતા તે વિષે આપણે ભૂલી જઈએ છીએ. જેઓને તેની સૌથી વધારે જરૂરત હતી તેઓ પાસેથી આપણે કૃપા, દયા અને ભલાઈને ઉઠાવી લીધી. આપણે જયારે તેમનામાં આપણો વિશ્વાસ અને ભરોસો મૂકીએ છીએ ત્યારે ઇસુમાં આપણને કૃપા આપવામાં આવી હતી. આપણે તે કમાયા નથી અથવા તેને લાયક પણ નહોતા. તે એક મફત કૃપાદાન હતું - એવું જેને આપણે આપણાથી થઇ શકે એટલીવાર બીજાઓને આપવું જોઈએ.

પોતાને પૂછવાનાં સવાલો:
ઈશ્વરે મારો કઈ રીતે ઉધ્ધાર કર્યો તે શું હું ભૂલી ગયો છું ?
મેં કોની પાસેથી કૃપા અને દયા ઉઠાવી લીધી છે ?
શું આ બાબતનો પસ્તાવો હું કરી શકું અને નવેસરથી લોકોને પ્રેમ કરીને તેઓને સ્વીકારવાનું શરૂ કરી શકું ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More

આ યોજના પ્રદાન કરવા બદલ અમે વી આર ઝિઓનનો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.instagram.com/wearezion.in/