બાઇબલ જીવંત છેનમૂનો

La Biblia está viva

DAY 1 OF 7

બાઇબલ જીવંત છે

બાઇબલ એ આપણા માટે ઇશ્વરનું વચન છે. તે એક લેખિત વર્ણન છે જેમાં ઇશ્વરે પોતાના ચારીત્ર્ય, અને માનવતાને બચાવવાની અને પુનઃસ્થાપિત કરવાની તેમની યોજનાઓ વિશે માનવો દ્વારા જણાવ્યું છે. અને તે ઇશ્વર દ્વારા પ્રેરિત હોવાથી, ધર્મગ્રંથનો દરેક વિભાગ આપણને સલાહ આપવાની, દોષિત ઠેરવવાની અને પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે.

તમારા મને ફરી તાજગીનો અનુભવ કર્યો હોય, અથવા તમારા જીવનના અમુક ક્ષેત્રમાં પરિવર્તન થયું હોય તે સમય વિશે વિચારો.

જો તમે નિયમિત રીતે ધર્મગ્રંથ વાંચતા અથવા સાંભળતા હોવ, તો તમને તેની પ્રેરણા, પ્રોત્સાહન અને પડકાર આપવાની શક્તિનો અનુભવ થયો હશે.

બાઇબલ એક ઇતિહાસના પાઠ કરતાં વિશેષ છે.

જોકે ઇશ્વરેે જે કર્યું છે તેને તે ફરીથી કહે છે, તે આપણને એ પણ બતાવે છે કે ઇશ્વર શું કરશે.

તે એક કથા પ્રગટ કરે છે જેને ઇશ્વરે સમગ્ર ઇતિહાસમાં અનાવરણ કરી છે; એક કથા તે આપણા મારફતે કહેવાનું ચાલુ રાખવા માંગે છે.

 

ઇશ્વરની વાણી સમયની શરૂઆતથી લોકોના હૃદયમાં વસી ગઈ છે, અને તેની પ્રેરણાથી શહેરો, રાષ્ટ્રો અને ખંડોમાં પરિવર્તન આવ્યું છે.

 

તેથી આ સપ્તાહેે, ચાલો સમગ્ર ઇતિહાસમાં ઇશ્વર ખ્રિસ્તીઓ દ્વારા જે કથા કહી રહ્યાં છે તે કથાને જોઈને આપણા વિશ્વમાં બાઇબલ કેવી રીતે જીવંત અને સક્રિય છે તેની ઉજવણી કરીએ - એક કથા જે અંધકારને વીંધવાની, આશા જગાવવાની, જીવન પુનઃસ્થાપિત કરવાની અને દુનિયાને બદલવાની બાઇબલની ક્ષમતાને દર્શાવે છે.

About this Plan

La Biblia está viva

સમયની શરૂઆત થઇ ત્યારથી, ઇશ્વરના શબ્દે હ્રદય અને મનને સક્રિયતાથી પુનઃસ્થાપિત કર્યા છે—અને ઈશ્વરે હજુ પૂર્ણ કર્યું નથી. આ વિશેષ 7 દિવસની યોજનામાં, સમગ્ર વિશ્વમાં ઇતિહાસ પર પ્રભાવ પાડવા માટેે અને જીવન બદલવા માટે ઈશ્વર બાઇબલનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર નજીકથી નજર કરીને ધર્મગ્રંથની જીવન પરિવર્તન કરવાની શક્તિની ચાલો આપણે ઉજવણી કરીએ.

More

આ મૂળ બાઇબલ પ્લાન YouVersion દ્વારા તૈયાર કરવામાં અને પૂરો પાડવામાં આવ્યો હતો.