YouVersioni logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 21

21
પાવલુસ નું યરુશલેમ સેર મ જાવું
1ઝર હમવેં હેંનં કનહો વળેંનેં જહાંજ થી પરવાસ સાલુ કર્યો, તે હિદે રસ્તે થી કોશ દ્વીપ મ આયા, અનેં બીજે દાડે રુદુસ દ્વીપ મ, અનેં તાં થી હમું પતરા દ્વીપ મ પોતેંજ્યા. 2અનેં તાં એક જહાંજ ફીનીકે પરદેશ મ જાતું મળ્યુ, અનેં હમવેં હેંના ઇપેર સડેંનેં, પરવાસ સાલુ કર્યો. 3હમનેં ડાબી તરફ સાઇપ્રસ દ્વીપ ભાળવા જડ્યુ, હમું હેંનેં સુંડેંનેં સિરિયા પરદેશ મએં અગ્યેડ વદતા જ્યા, અનેં સોર નામ ના સેર મ જાએં પોત્યા, કેંમકે તાં જહાંજ મહું સામન ઉતારવા નું હેંતું. 4તાં સેંલં નો પતો લગાડેંનેં હમું હાત દાડં તક રિયા, હેંનવેં પવિત્ર આત્મા ની અગવાઈ મેંળવેંનેં, પાવલુસ નેં યરુશલેમ સેર મ નેં જાવા ની અરજ કરી. 5હાત દાડં પસી ઝર તાં થી હમારો જાવા નો ટાએંમ આયો, તે હમું તાં થી જાવા લાગ્યા, અનેં બદ્દ મનખં સુંરં અનેં બઈરં હાતેં હમનેં સેર ની બારતં તક પોતાડવા હારુ આય, અનેં હમવેં દરજ્યા ની ધેડેં ઢેંસુંણેં પડેંનેં પ્રાર્થના કરી, 6તર એક બીજં થી સુટં પડેંનેં, હમું તે જહાંજ ઇપેર સડ્યા, અનેં વેય તે પુંત-પુંતાને ઘેર વળેં જ્ય.
7સોર નામ ના સેર થી સાલુ કરેંલો પરવાસ પૂરો કરેંનેં હમું તોલમાઈ સેર પોત્યા, અનેં વિશ્વાસી મનખં નેં મળ્યા અનેં હેંનનેં હાતેં એક દાડો રિયા. 8બીજે દાડે હમું તાં થી સાલેંનેં કેસરિયા પરદેશ મ આયા અનેં તાં હમું ફિલિપ્પુસ તાજા હમિસાર નો પરસાર કરવા વાળા ના ઘેર મ રુંકાયા. ઝેંનનેં યરુશલેમ સેર ની રાંડી બાજ્ય ની હમાળ રાખવા હારુ પસંદ કર્યા હેંતા, વેયો હેંનં હાત માણસં મહો એક હેંતો. 9હીની સ્યાર કુંવારી સુરજ્યી હીતી, ઝી ભવિષ્યવાણી કરત્યી હીતી. 10ઝર હમું તાં ઘણા દાડા રેં સુક્યા, તે અગબુસ નામ નો એક ભવિષ્યવક્તા યહૂદિયા પરદેશ થી આયો. 11હેંને હમારી કનેં આવેંનેં પાવલુસ નો પટ્ટો લેંદો, અનેં પુંતાના હાથ પોગ બાંદેંનેં કેંદું, પવિત્ર આત્મા એંમ કે હે, કે ઝી માણસ નો આ પટ્ટો હે, હેંનેં યરુશલેમ સેર મ યહૂદી મનખં ઇવી રિતી થી બાંદહે, અનેં બીજી જાતિ વાળં ન હાથં મ હુંપહે. 12ઝર હમવેં ઇયે વાતેં હામળી, તે હમવેં અનેં તાં ન મનખંવેં પાવલુસ નેં અરજ કરી, કે વેયો યરુશલેમ સેર મ નેં જાએ. 13પુંણ પાવલુસેં જવાબ આલ્યો, “તમું હું કરો હે, કે ગાંગરેં-ગાંગરેંનેં મારું હૃદય તુંડો હે? હૂં તે પ્રભુ ઇસુ ના નામ હારુ યરુશલેમ સેર મ ખાલી બંદાએં જાવા હારુસ નેં, પુંણ મરવા હારુ હુંદો તિયાર હે.”
14ઝર હેંને નેં માન્યુ તર હમું એંમ કેં નેં સપ થાએંજ્યા, “પ્રભુ ની અસ્યા પૂરી થાએ.” 15અમુક દાડં પસી હમવેં તિયારી કરી અનેં યરુશલેમ સેર તરફ સાલેં જ્યા. 16કેસરિયા પરદેશ ના હુંદા અમુક સેંલા હમારી હાતેં થાએંજ્યા, અનેં હમનેં મનાસોન નામ ના સાઇપ્રસ દ્વીપ મ રેંવા વાળા ના ઘેર લેં જાવા મ આયા. વેયો બદ્દ કરતં પેલ ન સેંલં મનો એક હેંતો, કે હમું હેંનેં તાં રુંકાજ્યે.
પાવલુસ નું યાકૂબ નેં મળવું
17ઝર હમું યરુશલેમ સેર મ પોત્યા, તે વિશ્વાસી ભાજ્યોં અનેં બુંનવેં ઘણી ખુશી થકી હમારો અવકાર કર્યો. 18બીજે દાડે પાવલુસ હમનેં લેંનેં યાકૂબ કનેં જ્યો, ઝાં બદ્દા વડીલ ભેંગા હેંતા. 19તર હેંને હેંનનેં નમસ્કાર કરેંનેં, ઝી-ઝી કામં પરમેશ્વરેં હીની સેવા દુવારા બીજી જાતિ ન મનખં મ કર્ય હેંતં, એક-એક કરેંનેં બદ્દું વતાડ્યુ. 20હેંનવેં ઇયુ હામળેંનેં પરમેશ્વર ની મહિમા કરી, ફેંર હેંનેં કેંદું, હે ભાઈ, તું જાણે હે, કે યહૂદી મનખં મહં કેંતરં હજારવેં વિશ્વાસ કર્યો હે, અનેં વેય બદ્દ મૂસા ના નિયમ નેં મન લગાડેંનેં પાળે હે. 21અનેં યહૂદી વિશ્વાસી મનખં નેં તારા બારા મ વતાડવા મ આયુ હે, કે તું બીજી જાતિ ન મનખં મ રેંવા વાળં યહૂદી મનખં નેં મૂસા ના નિયમ નેં સુંડ દેંવા ના બારા મ હિકાડે હે, અનેં કે હે, કે નેં પુંતાનં સુંરં ની સુન્નત કરાવો અનેં નેં યહૂદી મનખં ના રિતી રિવાજં ઇપેર સાલો. 22હાવુ વતાડો કે હમું હું કરજ્યે? મનખં પાક્કું હામળહે કે તું આં આયો હે. 23એંતરે હારુ ઝી હમું તનેં કેંજ્યે હે, વેયુ કર. હમારે તાં સ્યાર માણસ હે, હેંનનેં વેયે માનતા પૂરી કરવા ની હે, ઝી હેંનવેં પરમેશ્વર હામેં કરી હે. 24હેંનનેં લેંનેં હેંનનેં હાતેં પુંતે-પુંતાનેં સાફ થાવા ની વિધિ પૂરી કર, અનેં હેંનં હારુ ખરસો આલ, કે વેયા માથું કતરાવેં, તર બદ્દ જાણ લેંહે, કે ઝી વાતેં હેંનનેં તારા બારા મ વતાડવા મ આવી, હેંનં મ કઇ હાસ નહેં, પુંણ તું પુંતે હુંદો મૂસા ના નિયમ નેં પાળેંનેં હેંના પરમણે સાલે હે. 25પુંણ હીન્યી બીજી જાતિ ન મનખં ના બારા મ ઝેંનવેં વિશ્વાસ કર્યો હે, હમવેં ઇયો ફેસલો કરેંનેં લખેં મુંકલ્યુ હે, કે વેયા વેયુ ખાવાનું નેં ખાએ ઝી મનખંવેં મુર્તજ્ય નેં સડાયુ હે, અનેં ઘૂંઘળું અમેંળેંનેં માંરેલા જનાવરા નું માહ નેં ખાવું અનેં લુઈ ખાવા-પીવા થી અનેં સિનાળવા ના કામ થી સિટી રેંવું. 26બીજે દાડે પાવલુસેં હેંનં મનખં નેં હાતેં જાએંનેં પુંતાનેં શુદ્ધ કર્યો, તર વેયો મંદિર મ જ્યો, અનેં તાં વતાડ દેંદું કે શુદ્ધ થાવા ના દાડા, એંતરે કે હેંનં મનં દરેક હારુ ભુંગ સડાવવા ના દાડા કેંરં પૂરા થાહે.
મંદિર મ પાવલુસ નું હવાએં જાવું
27ઝર વેયા હાત દાડા પૂરા થાવા ના હેંતા, તે એશિયા ઇલાકા ના યહૂદી માણસંવેં પાવલુસ નેં મંદિર મ ભાળેંનેં, ટુંળા ન બદ્દ મનખં નેં ભડકાય, અનેં એંમ સિસાએં-સિસાએં નેં પાવલુસ નેં હાએં પાડ્યો, 28“હે ઇસરાએંલ ન મનખોં, મદદ કરો, ઇયો વેયોસ માણસ હે, ઝી મનખં ની અનેં મૂસા ના નિયમ, અનેં ઇની જગ્યા ની વિરુધ મ બદ્દ મનખં નેં હિકાડે હે, આં તક કે બીજી જાતિ ન મનખં નેં હુંદો મંદિર મ લાવેંનેં હેંને ઇની પવિત્ર જગ્યા નેં અપવિત્ર કરી હે.” 29(હેંનવેં એંમ કેંદું, કેંમકે એંના થી પેલ ઇફિસુસ સેર મ રેંવા વાળા બીજી જાતિ ના ત્રુફિમુસ નેં પાવલુસ નેં હાતેં સેર મ ભાળ્યો હેંતો, અનેં હમજ્ય હેંતં કે પાવલુસ હેંનેં મંદિર મ લેં આયો હે. 30તર આખા સેર મ ધુંમાલ થાએં ગઈ, અનેં મનખં દોડેંનેં ભેંગં થાએંજ્ય, અનેં પાવલુસ નેં હાએંનેં મંદિર ની બારતં ઘહેંડેં લાય, અનેં તરત દરવાજા બંદ કર દેંવા મ આયા.) 31ઝર વેયા હેંનેં માર દડવા માંગતા હેંતા, તે સેનિકં ની ટુકડી ના મુખી નેં હમિસાર પોત્યો કે ઘણં મનખં યરુશલેમ સેર મ ધુંમાલ કરેં રિય હે. 32તર વેયો તરત સેનિકં ની ટુકડી અનેં હો સેનિકં ના અધિકારી નેં લેંનેં હેંનં કનેં દોડેં આયો, અનેં મનખં ને ટુંળે સેનિકં ની ટુકડી ના મુખી નેં અનેં સેનિકં નેં ભાળેંનેં પાવલુસ નેં મારવું-કુટવુ સુંડ દેંદું. 33તર સેનિકં ની ટુકડી ના મુખિયે પાવલુસ કનેં આવેંનેં હેંનેં હાએં પાડ્યો, અનેં બે હાકોળ થી બાંદવા ની આજ્ઞા આલેંનેં પૂસવા લાગ્યો, “ઇયો કુંણ હે, અનેં એંને હું કર્યુ હે?” 34પુંણ ભીડ મહં કુઇ કઇક અનેં કુઇ કઇક સિસાતં રિય, અનેં ઝર હુલોર નેં લેંદે વેયો ઠીક હાસ નેં જાણેં સક્યો, તે હેંનેં કિલ્લા મ લેં જાવા ની આજ્ઞા આલી. 35ઝર વેયો સીડી ઇપેર પોત્યો, તે એંમ થાયુ કે ભીડ ના દબાવ નેં લેંદે સેનિકં નેં હેંનેં ઉંસકેંનેં લેં જાવો પડ્યો. 36કેંમકે મનખં ની ભીડ એંમ સિસાતી જાએંનેં હેંનેં વાહેડ પડી હીતી, “હેંનેં માર દડો.”
37ઝર વેયા પાવલુસ નેં કિલ્લા મ લેં જાવા મ હેંતા, તે હેંને સેનિકં ની ટુકડી ના મુખી નેં કેંદું, “હું હૂં તનેં કઇક અરજ કરેં સકું હે?” હેંને કેંદું, “હું તું યૂનાની ભાષા જાણે હે? 38હું તું વેયો મિસ્ર દેશ નો નહેં, ઝી એંનં દાડં થી પેલ સરકાર ની વિરુધ મ બંધણ કરેંનેં સ્યાર હજાર આતંકવાદી નેં ઉજોડ જગ્યા મ લેંજ્યો હેંતો?” 39પાવલુસેં કેંદું, “ના, હૂં એક યહૂદી હે, કિલિકિયા પરદેશ ના તરસુસ સેર નો રેંવાસી હે. હૂં તનેં અરજ કરું હે, કે તું મનેં મનખં હાતેં વાતેં કરવા દે.” 40ઝર હેંને હોકમ આલ્યુ, તે પાવલુસેં સીડી ઇપેર ઇબે થાએંનેં હાથ થકી મનખં નેં સપ રેંવા હારુ ઇશારો કર્યો. ઝર વેય સપ થાએંજ્ય, તે વેયો ઈબ્રાનિ ભાષા મ બુંલવા મંડ્યો.

Tõsta esile

Share

Kopeeri

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in