YouVersioni logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 1

1
જાણકારી
1વાલા થિયુફિલુસ, મારી પેલી સોપડી મ મેંહ તનેં હીની બદ્દી વાતં ના બારા મ લખ્યુ, ઝી ઇસુ નેં હરગ મ ઉઠાવ લેંવા તક સરુવાત થી કરતો અનેં હિકાડતો રિયો. 2પુંણ ઇસુ નેં પરમેશ્વર દુવારા હરગ મ ઉઠાવ લેંવા થી પેલ, હેંને પવિત્ર આત્મા ની સામ્રત દુવારા હેંનં પસંદ કરેંલં સેંલંનેં આજ્ઞા આલી ઝેંનનેં હેંને નિઇમા હેંતા. 3હેંને દુઃખ વેંઠવા અનેં મરવા પસી ઘણં બદં પાક્કં સબૂતં નેં હાતેં પુંતે-પુંતાનેં હેંનનેં જીવતો વતાડ્યો, અનેં સાળી દાડં તક વેયો પસંદ કરેંલં સેંલંનેં ભળાતો રિયો, અનેં પરમેશ્વર ના રાજ ની વાતેં કરતો રિયો. 4એક વખત ઝર વેયા બદ્દા ભેંગા હેંતા, તર ઇસુવેં હેંનનેં આજ્ઞા આલી, “ઝર તક પરમેશ્વર બા નો કરેંલો વાએંદો ઝીની સરસા તમેં મારી થી હામળી હીતી, પૂરો નેં થાએ તર તક યરુશલેમ સેર મસ રુંકાવો અનેં હીની વાટ જુંવતા રો. 5કેંમકે યૂહન્નાવેં તે પાણેં મ બક્તિસ્મ આલ્યુ હે, પુંણ થુંડક દાડં પસી પરમેશ્વર તમનેં પવિત્ર આત્મા થી બક્તિસ્મ આલહે.”
ઇસુ નું હરગ મ જાવું
6ફેંર ઝર ઇસુ ના પસંદ કરેંલા સેંલા પાસા હેંનેં મળ્યા, તર હેંનેં પૂસ્યુ, “હે પ્રભુ, હું તું એંનાસ ટાએંમ મ ઇસરાએંલ ન મનખં નેં રોમી સરકાર થી આજાદ કરેંનેં પુંતે રાજ કરવા નો હે?” 7ઇસુવેં હેંનનેં કેંદું, “હીની વખતં નેં અનેં વાતં નેં જાણવા નો અધિકાર ખાલી મારા બા કનેંસ હે, ઝેંનેં તમારે જાણવા ની જરુરત નહેં. 8પુંણ ઝર પવિત્ર આત્મા તમં ઇપેર આવહે, તર તમું સામ્રત મેંળવહો અનેં યરુશલેમ સેર અનેં આખા યહૂદિયા અનેં સામરિયા પરદેશ મ અનેં આખી દુન્ય ન મનખં નેં મારા બારા મ ગવાહી આલહો.” 9એંમ કેંવા પસી પરમેશ્વરેં ઇસુ નેં હેંનનેં ભાળતં-ભાળતં હરગ મ ઉઠાવ લેંદો અનેં વાદળં ને લેંદે વેયા હેંનેં ભાળેં નેં સક્યા. 10હેંને ટાએંમેં ઝર વેયા આકાશ મએં ભાળેં રિયા હેંતા, તર અપસુક ના બે માણસ ધોળં સિસરં પેરેંલા હેંનં કનેં આવેંનેં ઇબા રેં જ્યા, 11અનેં કેંવા મંડ્યા, “હે ગલીલ પરદેશ ના રેંવા વાળોં માણસોં તમું હુંકા ઇબા થાએંનેં આકાશ મએં ભાળેં રિયા હે? ઇયોસ ઇસુ ઝેંનેં પરમેશ્વરેં ઝીવી રિતી તમારી કનહો હરગ મ ઉઠાવ લેંદો હે, હીવીસ રિતી વેયો પાસો આવહે.”
મત્તિયાહ નેં યહૂદા નો પદ મળવો
12ઝર બે માણસ ઝી ધોળં સિસરં પેરેંલા હેંનં કન આયા હેંતા વેયા હેંનં કન થી જાતારિયા, તર સેંલા જેતૂન નામ ના ડુંગોર ઇપેર થી યરુશલેમ સેર મ આયા, ઇયો ડુંગોર લગ-ભગ એક કિલોમીટર સિટી હેંતો. 13અનેં ઝર સેર મ પોત્યા તે વેયા એક મેડા ઇપેર જ્યા, ઝાં વેયા પેલ રુંકાએંલા હેંતા, વેંહાં પતરસ અનેં યૂહન્ના અનેં યાકૂબ અનેં અન્દ્રિયાસ અનેં ફિલિપ્પુસ અનેં થુંમો અનેં બરતુલમૈ અનેં મત્તિ અનેં હલફઈ નો સુંરો યાકૂબ અનેં શમોન જેલોતસ અનેં યાકૂબ નો સુંરો યહૂદો ઇયા બદ્દા રેંતા હેંતા. 14વેયા હમેશા હીની જગ્યા પ્રાર્થના કરવા હારુ ભેંગા થાતા હેંતા, તાં અમુક બજ્યેરેં હુદી હીત્યી, ઝિન્યવેં ઇસુ ની મદદ કરી હીતી, અનેં ઇસુ ની આઈ મરિયમ હુદી ઇસુ ન ભાજ્ય નેં હાતેં એક મન થાએંનેં પ્રાર્થના કરતં હેંતં.
15એક દાડો, લગ-ભગ એક હો નેં વીસ વિશ્વાસી મનખં ભેંગં થાએંલં હેંતં, તર પતરસ હેંનં ન વસ મ ઇબો થાએંનેં કેંવા મંડ્યો, 16“હે ભાજ્યોં, પવિત્ર આત્માવેં ઘણા ટાએંમ પેલ દાઉદ રાજા દુવારા યહૂદા ના બારા મ ભવિષ્યવાણી કરી હીતી, કે ઝી ઇસુ નેં હવાડવા વાળં મનખં નો અગુવો બણેંજ્યો. ઇયુ જરુરી હેંતું કે યહૂદા ના બારા મ પવિત્ર શાસ્ત્ર મ ઝી લખ્યુ હે વેયુ પૂરુ થાએ. 17કેંમકે વેયો તે આપડી મનો એક હેંતો, અનેં ઇની સેવકાઈ મ હુંદો ભાગિદાર થાયો. 18ઝેંવું કે તમું જાણો હે, ઇસુ નેં હવાડાવવા હારુ યહૂદી મનખં ન અગુવએં યહૂદા નેં પઇસા આલ્યા હેંતા, પુંણ ઝર ઇસુ નેં દગો કરેંનેં હવાડવા પસી હેંનેં ધિયાન આયુ કે મેંહ હેંનેં હવાડેંનેં ગલતી કરી હે, તે હેંને વેયા પઇસા હેંનનેં પાસા આલ દેંદા અનેં પુંતે ગળવા ખાએં લેંદો, અનેં હેંનું શરીર ભુંએં પડેંજ્યુ, અનેં હેંનું પેંટ ફાટેંનેં બદ્દ આતરં બારતં નકળેંજ્ય. એંતરે હારુ યહૂદી મનખં ન અગુવએં હેંનં પઇસં થકી એક ખેંતર વેંસાતું લેં લેંદું. 19અનેં ઇની વાત નેં યરુશલેમ સેર મ રેંવા વાળં બદ્દ મનખં જાણેંજ્યં. એંતરે હારુ હેંનં મનખંવેં હેંના ખેંતર નું નામ પુંતાની ભાષા મ હકલદમા એંતરે લુઈ નું ખેંતર રાખ્યુ. 20કેંમકે દાઉદ રાજાવેં ભજન સંહિતા ની સોપડી મ લખ્યુ હે,
હેંનું ઘેર ઉજડેં જાએ અનેં હેંના ઘેર મ કુઇ યે નેં રે. અનેં દાઉદ રાજાવેં ભજન સંહિતા ની સોપડી મ એક બીજી જગ્યા એંમ હુંદું લખ્યુ હે કે, હેંનો પદ કુઇ બીજો લેં લે. 21એંતરે હારુ ઇયુ જરુરી હે કે એક એંવા માણસ નેં પસંદ કરવા મ આવે, ઝી પ્રભુ ઇસુ ન કામં ના બદ્દા ટાએંમ નો ગવાહ વેહ. 22એંતરે મસીહ ઇસુ નેં યૂહન્ના દુવારા બક્તિસ્મ આલવા થી લેંનેં હેંનું હરગ મ જાતારેંવા તક, એંતરે કે ઇયો માણસ આપડી હાતેં મસીહ ઇસુ નેં મરેંલં મહો પાસો જીવી ઉઠવા નો ગવાહ બણે.” 23તર હેંનવેં બે માણસં નેં ઇબા કર્યા, એક યૂસુફ નેં ઝી બરસબ્બાસ કેંવાએ હે, ઝેંનું બીજુ નામ યૂસ્તુસ હે, અનેં બીજા મત્તિયાહ નેં. 24અનેં એંમ કેં નેં પ્રાર્થના કરી, “હે પ્રભુ, તું ઝી બદ્દ મનખં ન મનં નેં જાણે હે, હમનેં ઇયુ વતાડ કે એંનં બેય મનો કેંનેં તેં પસંદ કર્યો હે. 25એંતરે કે વેયો ઇની સેવા નું કામ અનેં પસંદ કરેંલા સેંલા ની વેયે ખાલી જગ્યા લે. ઝેંનેં યહૂદા સુંડેંનેં મરેંજ્યો અનેં હીની જગ્યા જાતોરિયો ઝાં હેંનેં રેંવું જુગે.” 26તર હેંનવેં હેંનં બેય હારુ સિઠજ્યી નાખજ્યી અનેં સિઠ્ઠી મત્તિયાહ ના નામ ની નકળી અનેં વેયો હેંનં અગ્યાર પસંદ કરેંલં સેંલં મ ગણાયો.

Tõsta esile

Share

Kopeeri

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in