YouVersion Logo
Search Icon

ચમત્કારોનાં ૩૦ દિવસોSample

ચમત્કારોનાં ૩૦ દિવસો

DAY 5 OF 30

સાંજની વેળાએ અનેક રોગીઓને અને અશુધ્ધ આત્માઓથી પીડિત લોકોને ઇસુ સાજા કરે છે

જે દિવસે પિતરની સાસુમાને સાજી કરવામાં આવી હતી એ જ દિવસે ઈસુએ બીજા અનેક લોકોને સાજા કર્યા હતા. બાઈબલ નોંધ કરે છે કે આ સાજાપણાની ઘટના સાંજના સમયે થઇ હતી. કદાચ તમને આ વાત નજીવી લાગે, પરંતુ તેનું નિરીક્ષણ કરવું યથાયોગ્ય રહેશે. સકળ કુદરતી બાબતોની પોતાની અનોખી સિસ્ટમ અને પ્રક્રિયાઓ હોય છે જે ૨૪ કલાક દરમિયાન બનતી હોય છે. કેટલાંક શારીરિક, માનસિક અને વર્તનના પરિવર્તનો આખા દિવસ દરમિયાન બનતા હોય છે તેઓ સામૂહિક રીતે સિરકાડીયન રીધમ્સ કહેવાય છે. આસિરકાડીયન રીધમ્સને નિયંત્રિત કરનાર સિસ્ટમને સામાન્ય રીતે બાયોલોજીકલ કલોક કહેવામાં આવે છે. સિરકાડીયન રીધમ પર તણાવ, આબોહવા, પોષણ અને અન્ય બાબતોની સાથે મુખ્યત્વે બે બાબતો પ્રભાવ પાડતી હોય છે એટલે કે અંધારું અને અજવાળું. અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે દરરોજની દરેક પળ ઈશ્વરના હાથોમાં છે. ઘણાં લોકો સૂર્યાસ્ત થયાં પછી ઘણા લોકો થાક, એકલતા, અસાધ્ય બિમારી અને આત્મિક તણાવને લીધે નિરાશા, અસફળતા, નિરુત્સાહપણાનો અનુભવ કરે છે. જેઓ વૃધ્ધ છે તેઓને માટે તેઓના જીવનની ઢળતી વયે અને ઓછી યાદશક્તિને લીધે, એટલે કે સાંજના અનુભવમાં નિવૃત્તિને લીધે હેતુ સાથે જીવન જીવવું કઠણ થઇ જાય છે. રાત્રે લાગતા ભયને લીધે, ઇનસોમનિયાને લીધે કે રાત્રીના કામને લીધે ઘણાં લોકોને માટે રાત્રે ઊંઘવું અઘરું પડે છે. આ શાસ્ત્રભાગ એવા સઘળાં લોકોને માટે છે જેઓ પોતાની “સાંજ”નાં વિષયમાં સંઘર્ષ અનુભવે છે. ઇસુ દિવસ અને રાત તમારી પાસે જ છે તેને યાદ રાખવા આ શાસ્ત્રભાગ ઉપયોગી છે. જયારે તમે વૃધ્ધ થઇ જાઓ છો ત્યારે તે તમને છોડી મૂકતા નથી, તે વાયદો આપે છે કે તમારાં ઘડપણમાં પણ તે તમને ઉઠાવી રાખશે. જેઓ સાંજની વેળાએ આત્મિક, શારીરિક કે માનસિક બોજ સાથે દબાય છે તેઓને માટે પણ દિલાસાજનક બાબત એ છે કે તમારો તારનાર તમારી પાસે બેસે છે અને તે સઘળાંમાં તમારો બોજ ઉઠાવે છે.

ઇસુ રોગીઓને અથવા અશુધ્ધ આત્માગ્રસ્ત લોકોને કેવળ મળ્યા એટલું જ નહિ પરંતુ તેમણે તેઓને એક શબ્દથી અને એક સ્પર્શથી સાજા પણ કર્યા હતા ! તે એ પ્રમાણે તમારા માટે પણ કરી શકે છે. ઈશ્વર સતત તમારાં પર નજર રાખી રહ્યા છે એવું જાણ્યા પછી હવે તમારે તમારી સાંજો વિષે ડરવાની જરૂર નથી, અને તેમની કાળજી વિના તમે છૂટી જતા નથી. જેમ યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી તેમ, તેમણે આપણી માંદગીઓ લઇ લીધીઅને આપણા રોગોને ભોગવ્યા એનો અર્થ એવો થાય છે કે આપણને ભાવનાત્મક રીતે અને આત્મિક રીતે પરેશાન કરનાર બાબતોને પણ તેમણે ઉઠાવી લીધા. તેમના અસલ રૂપમાં તમને પુનઃ સ્થાપિત કરવા અને તમને સાજા કરવા તમે તેમને દિવસે અને રાત્રે એમ ગમે ત્યારે પોકારી શકો છો !

About this Plan

ચમત્કારોનાં ૩૦ દિવસો

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.

More