ચમત્કારોનાં ૩૦ દિવસોSample

અધિકારીનાં દીકરાનું સાજાપણું
તેમના અધિકાર અને સામર્થ્ય વડે ઇસુ લોકોને આશ્ચર્યચકિત કરવાનું ચાલુ રાખે છે. કફરનાહૂમમાં એક રોમન અધિકારીનો દીકરો માંદો પડયો હતો એવા સમયે ઇસુ ફરી એકવાર ગાલીલના કાનામાં હતા. કફરનાહૂમ કાનાથી એક આખા દિવસની મજલ જેટલે દૂર કહી શકાય એટલા અંતરે એટલે કે લગભગ ૧૮ માઈલ જેટલું દૂર સ્થિત હતું. ઈસુની મદદ માંગવા માટે આ માણસ એટલો અધીરો થઇ ચૂક્યો હતો કે તેમના ઘરે આવીને ઇસુ તેમના દીકરાને સાજો કરે એવી વિનંતી કરવા તે પોતે યાત્રા કરીને ઈસુની પાસે આવ્યો. ઇસુ તેમને ઘરે જવા કહે છે કારણ કે તેમનો દીકરો જીવતો રહેનાર હતો. યહૂદી વિશ્વાસથી અજાણ વ્યક્તિને ધ્યાનમાં લઈએ તો એ નવાઈની વાત કહેવાય કારણ કે તેમણે ઈસુની વાત પર પૂરો ભરોસો કરી લીધો અને ઘરે જઈને જોયું તો તેમનો દીકરો સંપૂર્ણપણે સાજો થઈને ઘરમાં બેઠો હતો. પછી થોડી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે જયારે ઈસુએ કહ્યું હતું, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ એ જ ક્ષણે તે ત્યાં ઘરમાં સાજો થઇ ગયો હતો. કેવી અજાયબ શક્તિ ! કેવી સમય સૂચકતા ! કેવી ચોક્કસ બાબત ! આ સામર્થી ઈશ્વરને અને લોકોને સાજા કરવા માટે તેમના વચનને મોકલવાની તેમના અપ્રતિમ ગુણને ગીતકાર જાણતો હોય એવું લાગે છે (ગીતશાસ્ત્ર ૧૦૭:૨૦). ઈશ્વરના વચનની શક્તિનાં વિષયમાં યશાયા પ્રબોધક પણ બોલતા કહે છે કે ઈશ્વરે તેના માટે જે હેતુ રાખ્યો છે તેને પાર પાડયા વિના તે ઈશ્વર પાસે વ્યર્થ પાછું ફરશે નહિ (યશાયા ૫૫:૧૦-૧૧). મનુષ્ય દેહમાં આવેલ ઈશ્વર, ઈસુએ આ પરદેશી પરિવારને માટે એ સામર્થ્ય પ્રગટ કર્યું અને આ જુવાન દીકરાને ચમત્કારિક રીતે જીવન આપવાનાં અદ્ભૂત કામને લીધે સર્વ લોકોએ તેમના પર ભરોસો કર્યો ! તેમના પરિવારના બાકીના લોકોએ તેમને રૂબરૂ જોયા ન હતા તોયે તેઓએ તેમના પર ભરોસો કર્યો. કેવો ગજબ વિશ્વાસ !
આ બધાની શરૂઆત અધિકારીનાં વિશ્વાસથી થઇ જેણે વિશ્વાસ કર્યો કે આ ઇસુ પાસે બિમારીઓ પર એવો સર્વોચ્ચ અધિકાર છે કે તેમના શબ્દો પણ સાજાપણું લઈને આવશે ! કોઈના નિદાન વિષે વિશ્વાસ કરીએ તેના પહેલા અમુક પુરાવાઓની જરૂર પડે એવું કોઈપણ માબાપ જાણતા હોય છે પણ અહીં એક એવો માણસ હતો જેણે એક નાના નગરના રાબ્બી પર ભરોસો કર્યો હતો.
તમને આપવામાં આવેલ ઈશ્વરના વચન પર તમે કેટલો ભરોસો કરો છો ? લેખિતમાં આપવામાં આવેલ ઈશ્વરનું દરેક વચન તમને જીવન આપનાર વચન છે એવો વિશ્વાસ શું તમે કરો છો ? વિશેષ કરીને તમારાં જીવનના કપરાં સંજોગોમાં, શું તમારો આધાર ઈશ્વરના વચન પર છે કે મનુષ્યનાં વાયદાઓ પર છે ? આજે તમે ઈશ્વરના વચનનું મનન કરી રહ્યા છો ત્યારે, તેમના નિયુક્ત (કાઈરોસ) સમય માટે ઈશ્વર તમને કૃપા આપે અને તમે ધીરજ રાખી શકો તેને માટે તેમને અરજ કરો. આપણા ઈચ્છા મુજબનાં સમય પર કામ કરવા ઈશ્વરને આપણે મજબૂર કરી શકતા નથી અથવા તો ફોસલાવી શકતા નથી. તે સર્વોપરી છે અને સર્વ બાબતોમાં તે આપણું ભલું ઈચ્છે છે. તેનો અર્થ થાય છે કે આપણા જીવનોને તેમની મારફતે એકબીજાની સાથે ગૂંથવામાં આવી રહ્યા હોયને, તે બીજાઓના જીવનોમાં પણ કામ કરી રહ્યા છે અને તેમના ધ્યાનમાં છે એવા કેટલાંક રેખાબિંદુઓ અને વળાંકો પણ છે. આપણી નજરમાં જે અસ્તવ્યસ્ત અને આપણા સમય મર્યાદાની બહાર લાગતું હોય તે પણ તેમની મારફતે સંપૂર્ણ રીતે યોજનાબધ્ધ છે અને તે મુજબ જ કામ કરવામાં આવે છે.
About this Plan

આ ધરતી પરના તેમના પ્રવાસ દરમિયાન ઈસુએ લોકોને માટે કેટલાંક અનુપમ કામો કર્યા હતા. આ બાઈબલ યોજનાને તમે વાંચો તે દરમિયાન અમે આશા રાખીએ છીએ કે તેમની સર્વ સંપૂર્ણતાએ તમે પોતે ઇસુનો અનુભવ કરશો. આ ધરતી પરના જીવન દરમિયાન અસાધારણ કામોને માટે ઈશ્વર પર વિશ્વાસ કરવા આપણે કદીયે થંભી જવાનું નથી.
More
Related Plans

The Bible in Six Acts: The Jesus Bible Study Series

Seek First

A Fire Inside: 30 Day Devotional Journey

Powerhouse: Your Toolkit for a Supernatural Life

Sprinkle of Confetti Devotional

Walking Away With a Brand New Name

The "How To" of Perseverance - God in 60 Seconds

Why Not You: Believing What God Believes About You

Why Not You: Believing What God Believes About You
