YouVersion Logo
Search Icon

અરણ્યની અજાયબીSample

અરણ્યની અજાયબી

DAY 6 OF 6

અરણ્યની અજાયબી

નેગેબ રણ દુનિયાની સૌથી વધારે સૂકી ભૂમિમાંની એક જગ્યા છે અને તેમ છતાં ઇબ્રાહિમ અને ઇસહાકનાં જમાનામાં તેઓએ ખોદેલા કૂવાઓની નિશાનીઓ તેમાં જોવા મળે છે. ખાસ કરીને ઇસહાકે ઘણા કૂવાઓ ખોદ્યા જેના લીધે તેમના અસંખ્ય અને સતત વધતા જતા ઘેટાંબકારાઓ અને પશુઓને માટે પાણી પૂરું પાડીને તેઓને જીવતા રાખવામાં મદદ મળતી હતી. એવું કહેવામાં આવે છે કે એ જ વર્ષે તેમણે વાવણી કરી અને સોગણું પામ્યા. જો કોઈ ચમત્કાર ગણાય તો તે એક ખેતીવિષયક ચમત્કારને કહી શકાય કારણ કે આખા દેશમાં તે સમયમાં ભારે દુકાળ ચાલતો હતો. દુકાળ કે કનાનની સૂકી અવસ્થાઓ તેમને ઊંડું ખોદવાથી અને તેમને માટે, તેમના પરિવારને માટે અને તેમના પશુઓને માટે જીવનદાયક પાણી શોધવાથી રોકી શકી નહિ. ઇસહાકની સફળતા અને તેમની ભારે સમૃધ્ધિનું કારણ તેમના પ્રયાસો નહિ પરંતુ તેમના માર્ગમાં સતત તેમની સાથે રહેનારી ઈશ્વરની હાજરી હતી. આપણા માટે, આ ૨૦ મી સદીમાં કઈ રીતે કૂવો ખોદવો તેનો પણ આપણને અંદાજો નથી એવા લોકો આ કાર્ય ઉત્તમતાથી કરી શકે. આપણે આપણી ઉજ્જડ અને સૌથી કપરી સ્થિતિમાં ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ. તે આપણાથી દૂર નથી. હકીકતમાં, આપણે જેટલું સમજીએ છીએ તેના કરતા વધારે તે આપણી પાસે છે. કૂવાની પાસે ઈસુને મળેલ સમરૂની સ્ત્રીની જેમ જ, તે આપણા માટે રાહ જુએ છે. તે આપણી સાથે રહેવા, આપણી વાતો સાંભળવાને અને આપણી સાથે વાત કરવાને ઈચ્છુક છે. સમસ્યા એ છે કે આપણા આધુનિક જીવનો ઘોંઘાટથી ભરેલા છે અને આપણા કર્કશ અવાજોને બંધ પાડવા અને તેમને સાંભળવા મન લગાડવું અસંભવ છે. અરણ્ય એવી સ્થિતિમાં છે કે આપણે એવા શાંત સ્થાને આવી પડયા છીએ કે જ્યાં આપણને આપણા પોતાના શ્વાસ અને આપણી આસપાસની મૂંઝવણ અને સ્પષ્ટતાનાં અભાવનાં તોફાની વાવાઝોડાંનાં અવાજ સિવાય બીજું કશું સંભળાતું નથી. સૌથી ઉત્તમ સમય આ રહેશે કે આપણે બેસી જઈએ અને જીવનના ઝરણ ઈસુની પાસે ઊંડા ઉતરીએ.

ભલે આ ઋતુ ગમે તેટલી કપરી લાગે પરંતુ આ સમયે સૌથી મોટો આનંદ ઈશ્વર કોણ છે અને કેવા છે તે શોધી કાઢવામાં પ્રાપ્ત થશે. આજ સુધી ન કર્યા હોય એવી રીતે તે તેમની શક્તિ અને મહિમા પ્રગટ કરશે. જીવન આપણી વિરુધ્ધ જે સૌથી ખરાબ સંજોગો ઊભા કરે છે તેમાંથી ભલું ઉત્પન્ન કરીને તે સર્વોચ્ચ છોડાવનાર છે તેની

સાબિતી તે આપશે. જયારે દેખીતી રીતે જ બીજો કોઈ માર્ગ દેખાતો ન હોય એવા સમયે પણ તે અરણ્યમાં આપણા માટે માર્ગ તૈયાર કરશે. તે તમારી સુરક્ષા કરશે અને નાનામાં નાની વિગતોએ પણ તમારા માટે જોગવાઈઓ કરશે. તે રોચક રીતે, એક સમયે અરણ્યમાં ચાલનાર વ્યક્તિ કરતા તદ્દન ભિન્ન વ્યક્તિનાં રૂપમાં તે તમને પરિવર્તિત કરશે. તમે પોતાને ભારે વાવાઝોડાઓની સામે અને જીવનના સમુદ્રોનાં તોફાનોમાં એકલા હોવા છતાં વિસામો કરનાર વ્યક્તિ તરીકે જોઈ શકશો. તમે એવી ધીરજની બાંધણી કરી હશે કે જેથી અંદરથી એક ભારે ઉર્જાવાન શક્તિ પ્રવાહિત થયા કરશે. તમે ઈસુએ તેમના શિષ્યોને આપવા વાયદો કરેલ શાલોમ પ્રકારની શાંતિમાં ચાલશો. ઈશ્વર તમારી સાથે છે એવી અનુભૂતિને લીધે આવનાર દ્રઢ મનોબળ વડે તમે તમારું માથું ઊંચું કરીને ચાલશો અને જે તેમના હાથોમાં આખા વિશ્વને ધરી રાખે છે તેમની સમક્ષ તમારું હૃદય નમ્ર બનાવીને તેમની આરાધના કરશો.

અરણ્ય તમારા માટે જે છે અને તમારા માટે તે જે સઘળું લાવી શકે છે તેઓનું આલિંગન કરવા શું તમે તૈયાર છો ? અરણ્યમાં તમને લઇ જનાર અને તેમાંથી તમને બહાર કાઢનાર ઈશ્વર (જેમના માટે કશું જ અસંભવ નથી !) ને આલિંગન કરવા શું તમે તૈયાર છો ?

આ બાઈબલ યોજના લેખક ક્રિસ્ટીન જયાકરણની મારફતે લખવામાં આવેલ એક પુસ્તકનો ભાગ છે અને નીચે આપવામાં આવેલ લિંકને ક્લિક કરવામાં આવે તો તે હવે તમારા માટે ઉપલબ્ધ થઇ શકશે: https://www.christinejayakaran.com/

About this Plan

અરણ્યની અજાયબી

અરણ્ય, જેમાં ઈસુનો અનુયાયી પોતાને અનિવાર્યપણે જોશે, તે સદંતર ખરાબ છે એવું નથી. તે ઈશ્વર સાથે પ્રભાવશાળી સમીપતા અને આપણા જીવનોમાં તેમના હેતુઓની વધારે સ્પષ્ટતા પ્રાપ્ત કરવાનું સ્થાન બની શકે છે. આ યોજના તમારા અરણ્યની ઋતુની અજાયબીને જોવા તમારી આંખોને ખોલવા કટિબધ્ધ છે.

More