YouVersion Logo
Search Icon

અરણ્યની અજાયબીSample

અરણ્યની અજાયબી

DAY 5 OF 6

તમારા પગોને ભટકવા ન દો

અરણ્યની ઉજ્જડ કરનારી અવસ્થાઓની સમસ્યા એવી સુવિધાઓની માંગ છે જેઓના લીધે આપણા પગો ઠોકર ખાય શકે છે. પહાડોમાં દોડવાની શરતમાં, આપણે ચઢતાં પડી શકીએ છીએ. અરણ્યમાંથી જલદી બહાર નીકળી

જવાની હોડમાં આપણે પોતાને બંધનમાં લાવી દઈએ એવું બની શકે છે. જેમ નૂહ અને હનોખે કર્યું તેમ જ તેમની સાથે ચાલવા ઈશ્વર આપણને આમંત્રણ આપે છે. મને પૂરી ખાતરી છે કે તેઓના જીવનો સમસ્યામુક્ત ન હતા તેમ છતાં તેઓ ઈશ્વરથી આગળ દોડવાની કોશિષમાં રહ્યા ન હતા. બાઈબલ આપણને ખાતરી આપે છે કે તેઓ ઈશ્વરની સાથે વફાદારીપૂર્વક ચાલ્યા હતા. આપણા જીવનોમાં, આપણા માટે નિયુક્ત કરવામાં આવેલ માર્ગમાંથી આપણે પતિત થઇ જઈએ એવું ના પણ બને પરંતુ જયારે સંજોગો સારાં ન હોય ત્યારે નાનામાં નાની અડચણોને લીધે પણ આપણે પડી જઈએ એવું બની શકે. સતત ચાલતી બિમારીને લીધે એવું બની શકે કે તમે એવું વિચારવા લાગો કે કદાચ હું ઈશ્વરની પાસેથી સાજાપણું પ્રાપ્ત કરવાને લાયક નથી. જયારે કોઈ પ્રિયજનને તમે ખોઈ બેસો છો ત્યારે કદાચ તમે વિચારવા લાગો છો કે ઈશ્વરે તેને તમારી પાસેથી લઇ લીધું છે. જયારે તમારી પ્રાર્થનાઓ ઉત્તર પ્રાપ્ત કર્યા વિનાની થઇ જાય છે ત્યારે તમે પ્રાર્થના કરવાનું જ બંધ કરી દેવા વિચારો છો.

જયારે તમારી મંડળી કે તમારા પાસ્ટર તમે જે અવસ્થામાંથી જઈ રહ્યા છો તેને સમજી શકતા નથી ત્યારે તમે નક્કી કરો છો કે ખ્રિસ્તની મંડળીની બહારનાં લોકોની સાથે ચાલવું કદાચ વધારે સારું રહેશે.

તમે ક્યાં લપસી રહ્યા છો તે જાણવા સાવધ રહો. તમને માર્ગમાંથી ભટકાવી દેનાર આંધળી કરી દેનારી માન્યતાઓને ઓળખી કાઢો. તરત મળતી મઝા અને સંતુષ્ટિનાં મરણકારક માર્ગોમાં તમને દોરી જનારા તમારા મિત્રોથી સાવધ રહો.

એમાં કોઈ શંકા નથી કે અરણ્ય કઠણ છે, પણ તમારા માટે ઈસુએ નિયુક્ત કરેલ સીધા અને સાંકડા માર્ગમાં તમારા પગોને સ્થિર રાખવું કે નહિ તેની પસંદગી તમારી પોતાની છે. તે માર્ગ કદાચ સરળ કે બહુ પરિચિત થતો જશે એવું નક્કી હોતું નથી, કેમ કે તેમાં વળાંકો અને રહસ્યો રહેલા હોય છે. તે પ્રાચીન માર્ગો હોય શકે જેમાં ઈસુને પણ પારખવામાં આવ્યા અને તેમની કસોટી કરવામાં આવી હતી. જો તમને યાદ હોય તો, શેતાનથી કસોટી થાય તેને માટે પવિત્ર આત્મા ઈસુને અરણ્યમાં લઈને ગયા હતા. તે ૪૦ દિવસોની કસોટીમાં તેમના ધરતી પરના કામમાં તેમને ઠોકર ખવડાવવા તેનાથી બની શકે એટલી શક્તિથી ઈસુને પાડી નાખવા તેણે કોશિષ કરી હતી. ઇસુ દ્રઢ અને તેમના માર્ગમાં બની રહ્યા કારણ કે તેમને કોણે અને કેમ મોકલ્યા છે તે તે જાણતા હતા. તેમણે થોડી ક્ષણ માટે પણ શંકા કરી નહિ કે તે તેમના પ્રાથમિક હેતુમાંથી જરાય વિચલિત થયા નહિ. જો તમારું લક્ષ્ય તેમના જેવા વધારે થવાનું હોય તો, શું તમારાં

નિર્ણયની કસોટી કરવામાં આવશે ? હા. માર્ગમાંથી ભટકાવી દેવા શું તમારું પરીક્ષણ થશે ? હા. જો તમે ઈસુની બહુ નજીકમાં ચાલશો તો તમને નવાઈ લાગશે કે તમારા પગો કેવા અડગ રહે છે.

About this Plan

અરણ્યની અજાયબી

અરણ્ય, જેમાં ઈસુનો અનુયાયી પોતાને અનિવાર્યપણે જોશે, તે સદંતર ખરાબ છે એવું નથી. તે ઈશ્વર સાથે પ્રભાવશાળી સમીપતા અને આપણા જીવનોમાં તેમના હેતુઓની વધારે સ્પષ્ટતા પ્રાપ્ત કરવાનું સ્થાન બની શકે છે. આ યોજના તમારા અરણ્યની ઋતુની અજાયબીને જોવા તમારી આંખોને ખોલવા કટિબધ્ધ છે.

More