YouVersion Logo
Search Icon

અરણ્યની અજાયબીSample

અરણ્યની અજાયબી

DAY 4 OF 6

તમારા હાથને ભટકવા ન દો

યાકૂબનાં અગિયારમાં દીકરા, યૂસુફનાં માથે અરણ્યની અવસ્થાનો ભાગ આવ્યો હતો. તેમણે તેમના સ્વપ્નોને અપરિપકવ અવસ્થાએ તેમના પરિવારની આગળ પ્રગટ કર્યા હતા અને તેમને મિસર તરફ જઈ રહેલા વેપારીઓને વેચી

દેવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમને પોતિફારના ઘરમાં ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યા અને તે નિર્દોષ હોવા છતાં બળાત્કારનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો અને તેમને બંદીવાન કરવામાં આવ્યા. બંદીગૃહમાં તેમણે ફારુનનાં અધિકારીને મદદ કરી તેમ છતાં તેમને ફારુનની હાજરીમાં લાવવામાં આવ્યા અને મિસરનાં રાજ્યપાલનાં રૂપમાં તેમને નિયુક્ત કરવામાં આવ્યા તે દિવસ સુધી તેમણે બે વર્ષ જેલમાં રહેવું પડયું. તેમના અરણ્યની અવસ્થા ૧૩ વર્ષ સુધી ચાલી અને તેમ છતાં આ સઘળાં દુઃખો અને ગેરસમજની મધ્યે તે તેમના હેતુને ભૂલ્યા નહિ. તે ગમે ત્યાં ગયા પરંતુ બીજાઓની સેવા કરવાના ઉપાય તેમણે શોધી કાઢયા અને ઈશ્વરની સાથેના તેમના સંબંધ માટે તે કાયમ આભારી રહેતા હતા.

આપણામાંથી ઘણા લોકો માટે, અરણ્યની અવસ્થા આપણે જે કામ કરીએ છીએ અથવા જે કામ કરવાની ઈચ્છા રાખીએ છીએ તે સઘળાંમાંથી જાણે આનંદને ચૂસી લેતી હોય એવું લાગે છે. આપણને એવું લાગવાં માંડે છે કે કોઈપણ કામ કરવાનો કોઈ ફાયદો નથી કેમ કે તેમાંથી કશુંયે નીકળવાનું નથી. તે લાગણીમાં રહેલ જૂઠને પારખવું ઘણું મહત્વનું છે. અરણ્યની અવસ્થામાં પણ તમારા જીવનનો એક હેતુ છે. તમારા હાથોને જે કામ સોંપવામાં આવ્યું છે તે જો તમે કરતા રહો તો તમે લોકોના જીવનોમાં હજુયે પ્રભાવ પાડશો. પ્રેરિત પાઉલે સઘળાં વિશ્વાસીઓને પોતાની આજીવિકાને માટે કામ કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સુસ્ત વ્યવહાર અને ખાલી શબ્દવાદને નિરુત્સાહિત કર્યા. તેમણે તેઓને ઈશ્વરના મહિમાને માટે સઘળું કરવા વિનંતી કરી. ઈશ્વર તમને જે કામ કરવા દોરી રહ્યા છે અથવા જે કામ કરતા રહેવા મનાવી રહ્યા છે તે કામ કરતા અટકશો નહિ. તમારા આશીર્વાદો ભલે હજુ સુધી આવી પહોંચ્યા નથી તેમ છતાં બીજાઓને માટે તમે જે આશીર્વાદરૂપ બની શકો છો તેને નજરઅંદાજ કરશો નહિ. પોતાને આરામ આપો પણ જયારે કામ કરવાનું હોય ત્યારે કામ કરતા રહો. ઈશ્વરનું રાજ્ય તમારાથી થાય એટલા વધારે ઉત્સાહથી કામ કરતા રહેવાના ઉત્સાહ પર આધાર રાખે છે.

યુસુફની વ્યવસાયી નિપૂણતાએ અને કામ કરવાના તેના નૈતિક મૂલ્યોએ તેમને ગુલામોનાં ટોળામાં અલગ તારવી દીધો. તમારી અરણ્યની અવસ્થાનાં ઊંડાણમાં પણ તમે એવી કૃપાનો અનુભવ કરી શકો છો કારણ કે તમે જે દરેક પ્રકારનો ત્યાગ કરી રહ્યા છો તે ઈશ્વર જુએ છે અને કામ કરવા તમે જે કિંમત ચૂકવો છો તે પણ તે જાણે છે.

About this Plan

અરણ્યની અજાયબી

અરણ્ય, જેમાં ઈસુનો અનુયાયી પોતાને અનિવાર્યપણે જોશે, તે સદંતર ખરાબ છે એવું નથી. તે ઈશ્વર સાથે પ્રભાવશાળી સમીપતા અને આપણા જીવનોમાં તેમના હેતુઓની વધારે સ્પષ્ટતા પ્રાપ્ત કરવાનું સ્થાન બની શકે છે. આ યોજના તમારા અરણ્યની ઋતુની અજાયબીને જોવા તમારી આંખોને ખોલવા કટિબધ્ધ છે.

More